Search This Blog

Thursday, June 25, 2020

શાળાના ધોરણ-૭ ના વિદ્યાર્થી ઓગાણિયા ધવલભાઈએ ગુજરાત પ્રાંતની શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન સંસ્થા દ્રારા આયોજીત વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ઓનલાઈન ચિત્ર સ્પર્ધામા ભાગ લીધો હતો .તે બદલ તેમને ઈ-પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ. શાળા પરીવાર ધવલભાઈને શુભેચ્છા પાઠવે છે

 શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ,
ગુજરાત પ્રાંત

આદરણીય નમસ્તે.......

વર્તમાન સમયમાં Covid-19 ની મહામારીને લઈને સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. આ મહામારી સામે સંઘર્ષ કરી આપ સહ પરિવાર સાવચેત અને સલામત રહો તેવી શુભકામના..........
શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હી દ્વારા સમગ્ર ભારતવર્ષમાં દેશ કો બદલના હે તો શિક્ષા કો બદલો નું ધ્યેય વાક્ય લઇ દેશમાં વિદ્યાલય તેમજ મહાવિદ્યાલયમાં શિક્ષણ સંસ્કૃતિ અને પ્રકૃતિ અનુરૂપ મળે તે માટે કાર્ય કરતું એક મંચ છે. ગુજરાત પ્રાંત પણ વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પ્રાપ્ત કરે અને વ્યવહારમાં તેને ઉપયોગી બને તેવા શિક્ષણમાં પ્રયત્નો થઇ રહયા છે. વર્તમાન સમયને ધ્યાનમાં લઇ ગુજરાત પ્રાંત દ્વારા 5 જૂન વિશ્વપર્યાવરણ દિવસ ની ઊજવણી પ્રસંગે ઓનલાઈન પ્રશ્નોતરી સ્પર્ધા તેમજ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સંરક્ષણ પ્રત્યે આપશ્રી સ્પર્ધમાં પ્રતિભાગી બન્યા તે બદલ શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ગુજરાત પ્રાંત ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. અને આપ ઉત્તરોતર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ સહ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.


ભવદીય.
આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન. ચેરમેનશ્રી નિલેશભાઈ રાવલ, ડે. ચેરમેનશ્રી મહેન્દ્રસિંહજી ગોહિલ, શાશનાધિકારીશ્રી યોગેશભાઈ પી ભટ્ટ દ્વારા  "કોરોના ના કપરા કાળ" માં બાળકો ઘરેથી ભણી શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્યથી MSBBhavnagar  ની YouTube ચેનલ માટે ગણિત વિષયના ઉત્કૃષ્ટ vedio બનાવી પ્રદાન કરનાર આચાર્ય તથા શિક્ષક ભાઈઓ બહેનો સર્વશ્રી
૧. જલ્પાબેન ઝાંખરા
 ૨ હેમંતભાઈ ગોહિલ
 ૩. મીરલબેન મહેતા
 ૪. વિરેન્દ્રસિંહ ઝાલા
૫. જીગીષાબેન મહેતા
૬ રવિભાઈ રાજપાલ નું સન્માન કરી બિરદાવવામાં આવ્યા....
આ તકે ચેરમેનશ્રી અને શાસનાધિકારીશ્રી દ્વારા Quality Education, બાળકો અને વાલીઓનો જુકાવ કોર્પોરેશનની શાળાઓ તરફ વધે, નામાંકન વધે, બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે માર્ગદર્શન આપી આવેલ શિક્ષકો સાથે પરામર્શ કરવામાં આવ્યો

Monday, June 22, 2020

હોમ લર્નિંગ સંદર્ભે મોનીટરીંગ

શાળામા તા -૨૨/૬/૨૦૨૦ ને સોમવારે SI શ્રી પ્રદ્યુમનસિંહ દ્રારા હોમ લર્નિંગ સંદર્ભે મુલાકાત લિધી.
વિદ્યાર્થીઓ હોમ લર્નિંગ અંતર્ગત સરકાર દ્રારા આયોજીત ડીડી ગીરનાર ચેનલ પરથી ભણે છે કે કેમ તેની તપાસ કરી.  શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત સંપર્ક થાય છે , ગૃપ બનાવી તેમા જરૂરી સૂચનાઓ અપાય છે તે જોયુ.કેટલા વિદ્યાર્થીઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે? તેઓ શાળા દ્વારા મુકવામા આવેલ વિડીયો ,હોમવર્ક કે ચાલો શીખીએ નુ માર્ગદર્શન નિહાળે છે કે કેમ તે તપાસ કરી.શાળા દ્વારા વિદ્યાર્થીઓને પા.પુસ્તકો નુ વિતરણ થયુ કે કેમ ,વધઘટ સંદર્ભે પૃચ્છા કરી.
વિશ્વ યોગ દિન ની ઉજવણી પોતપોતાના ઘરે કરી શાળાના વિદ્યાર્થી તથા શિક્ષકોએ... 21-6-2020